Showing posts with label suvichar in gujarati font. Show all posts
Showing posts with label suvichar in gujarati font. Show all posts

gujarati suvichar in gujarati language and font

જીવન માં કોઈ પણ વ્યક્તિ નો વિશ્વાસ તોડવો નહિ કારણ કે વિશ્વાસ એક જ વખત તૂટે છે પરંતુ તેના થી સંબંધ જીવનભર માટે તૂટી જાય છે

- કપિલ ગોહિલ

---------------------


આંખોમાં ઊંઘ છે ઘણીયે , પણ સુવા માટે સમય નથી.
દિલ છે ગમો થી ભરેલું , પણ રોવા નો સમય નથી.


-----------------------



પ્રિય અને સત્ય બોલનારી જીભ સિવાયની જીભોનું ઓપરેશન કરી નાખવામાં આવે તો સંવાદિતાનું સ્વર્ગ પૃથ્વી પર પલકમાત્રમાં આવી જાય.


--------------------


સફરતા નું રહસ્ય એ છે કે , તમારા લક્ષને હમેશા તમારી નજર સમક્ષ રાખો …


-------------

ભગવાન નું અમૂલ્ય સર્જન એટલે સ્ત્રી. ખરું ને?
રામાયણ માંથી સીતાજી ને બાદ કરો? કઈ નહિ મળે?
મહાભારત માંથી દ્રોપદી ને બાદ કરો?કઈ નહિ મળે?
શેતા સગાળશાની વાત માંથી તારામતી ને બાદ કરો? કઈ નહિ મળે?
ક્રિષ્ના અવતાર માં કાના ની લીલા માંથી રાધા ને બાદ કરો?કઈ નહિ મળે?
પુસ્તકો નહિ પસ્તી થઇ જશે…..ખરુંને?




---------------------



હે ભગવાન એક વાર કળયુગમાં આવી તો જો….

ગોકુળમા ગાયો ખૂબ ચરાવી
રસ્તાની ગાયો હટાવી તો જો
અને પ્રાઈવેટ કંપનીમાં જોબ કરી તો જો….

ગોપીયોના ઘરમાથી દૂધ દહી ખૂબ ખાધા
ઇટાલિયન પિઝ્ઝા, પાણી પૂરી, પાવ ભાજી ખાઈ તો જો…

ગીલ્લી દંડા બહુ રમ્યા,
અત્યારે ભારત ની ટીમ મા સેલેક્ટ થઈ તો જો…

14 મા વરસે મામા કન્સને માર્યા,
કસાબ ને આંગળી અડાળી તો જો….

ચીર તો તે પૂર્યા દ્રોપડી ના,
મલ્લિકાને કપડા પહેરાવી તો જો…

ગુરુને ત્યા રહીને શિક્ષા લીધી,
આજ ની સ્કૂલો અને કોલેજોમાં ભણી તો જો….

હે ભગવાન એક વાર કળયુગમાં આવી તો જો….

આ જેણે પણ લખ્યું છે. તેને અમારો ધન્યવાદ!




--------------------



ભૂલ એ જીવન નું પાનું છે ,
પણ સબંધ એ આખું પુસ્તક છે,
જરૂર પડ્યે ભૂલ નું પાનું ફાડી નાખજો,
પણ એક પાના માટે આખું પુસ્તક ના ફાળતા…




-----------------



૪ મહિનામાં ઋતુ બદલાય છે.
૩૦/૩૧ દિવસમાં મહિના બદલાય છે,
૭ દિવસમાં અઠવાડિયું બદલાય છે,
૧૨ કલાકમાં દિવસ-રાત બદલાય છે.
પણ જીવનને બદલવા ૧ ક્ષણ પુરતી છે.

………….
મુકતા મેઘા





-------------------------




કરેલું કર્મ નું ફળ અચૂક મળે છે. માટે દુઃખ આવે ત્યારે ભગવાન પાસે માફી નહીં સદબુધ્ધી અને સહન શક્તિ માંગો.


------------------------



ઈમાનદાર હોવાનો અર્થ, હઝાર મણકાઓ માંથી અલગ ચમકતો હીરો.



-------------------



સફર નથી અટકવાની રસ્‍તાની ઠોકરોથી, મંજીલને લાત મારવાની હજી બાકી છે….



---------------------



કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કામ કરવામાં તરત જ સફળતા મળતી નથી. એને માટે અભ્યાસુ ધગશ અને મહેનતની જરૂર હોય છે.


------------

ભગવાને જે આપ્યું છે તેની કોઈ વ્યક્તિ કદર કરતો નથી અને જે નથી તેની પાછળ ભાગે છે. એટલે તેને સંતોષ મળતો નથી અને પછી ભગવાનને ફરિયાદ કરે છે કે “તે મને દુઃખ કેમ આપ્યું?” તેથી જીવનમાં સુખ મેળવવું હોય તો જે મળ્યું છે તેની કદર કરતા શીખો.

મુકતા મેઘા.


--------------------



જો તમારે કોઈનાથી ના ડરવું હોય તો તમારી બધી જ કમજોરીઓને તમારી તાકાત બનાવી દો.




------------------



જેમ પુષ્પમાં સુગંધ છે, અને અરીસામાં પ્રતિબિંબ છે…. તેમ સાચા ઈન્સાનના અંતરમાં પ્રભુનો વાસ છે.




-----------------------



પરાઈ પીડની પૂરી કદર દિલમાં થશે ત્યારે,
અનુભવ દુખના દંગા હૃદયમાં વાગશે જયારે.



---------------------



આનંદ એવી ચીજ છે જે તમારી પાસે હોવા છતાં તમો બીજાને આપો તેમાં વધારે આનંદ આવે છે


------------

જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે અને જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવ્યો છે.

-------------------------


એવું કહીએ જિંદગીનું બીજૂ નામ જ સમસ્યા છે તો અતિશયોક્તિ નહીં કહેવાય.જીવનમાં આપત્તિઓ અને વિપત્તીઓનું આવન-જાવન તો રહે છે. જીવનમાં આવનારો પ્રત્યેક દિવસ કોઇ ને કોઇ સમસ્યા લઇને તો આવે જ છે પણે આવી સમસ્યાઓને સરળ રીતે ઉકેલી પણ લઇએ છીએ પણ જીવનમાં અમુક વાર એવી વિપત્તિઓ આવે છે કે જેની સામે સંઘર્ષ કરવો ઘણું અઘરૂં થઇ પડે છે. આવી સમસ્યાઓનો ઉકેલ શાંતિથી,ધીરજથી,બુદ્ધિથી અને સરળતાથી ઉકેલ લાવવો જોઈએ.
-------------------------



દરેક વ્યક્તિ તમારા પર વિશ્વાસ મુકતો જ હોય છે,
પણ જ્યારે એ તમારા પર અવિશ્વાસ કરે ત્યારે એન માટે ના જવાબદાર ખુદ તમે જ હોવ છો….


---------------------


સુખ ત્યારે આવે જયારે તમે બીજા ના દુઃખમાં ઉપયોગી થઈને પોતાનું સુખ માની શકો



---------------------


ઘરનું માણસ જ્યારે દુશ્મનાવટ કરવા બહાર પડે છે, ત્યારે તે બહારના દુશ્મન કરતાં પણ વિશેષ ભયંકર બની જાય છે.